આમદવાદની મુલાકાત એ આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ એ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને અધિકારીની ઉપસ્થિતિમાં  ગુજરાતની પરિસ્થિતી અંગે ચર્ચા કરી હતી અને આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને બેડને લઈને કોઇ તકલીફ ન થાય તે માટે ગાંધીનગર ખાતે ટાટાના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ આવનારા સમયમાં તૈયાર કરવામાં આવશે. આ કોવિડ હોસ્પિટલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાશે. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉઠાવશે.