અમરેલીમાં મોટો અકસ્માત સર્જાયો છે. અમરેલીની શેત્રુંજી નદીમાં નહાવા પડેલ 4 યુવાનોના મોત થયા છે.. અમરેલી તાલુકામાં આવેલ ગાવડકા શેત્રુંજી નદીમાં 4 યુવાનો સાંજના સમયે નાહવા પડ્યા હતા. ત્યારબાદ નદી કાંઠે કપડાઓ જોવા મળતા અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અમરેલી ફાયર વિભાગને કોલ કરતા અમરેલી ફાયર ઓફિસર એસ.સી.ગઢવીની ટીમ ઘટના સ્થળે પહોંચી નદીમાંથી એક પછી એક યુવાનની શોધખોળ હાથ ધરી બહાર કાઢવામાં આવ્યા હતા.

તમામ મૃતકો ધારી તાલુકાના ચલાલા નજીક આવેલ મીઠાપુર ડુંગરીના રેહવાસી છે.   ચાર યુવાનો નાહવા નદીમાં આવ્યા હતા અને આ ઘટનામાં તમામના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે

ચારે યુવકો મીઠાપુરના રહેવાસી
ચલાલાના મીઠાપુર ડુંગરીના રેહવાસી ભાર્ગવ રમેશભાઈ રાઠોડ ઉ.20,નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા ઉ.18,કૌશીક મુલજીભાઈ રાઠોડ ઉ.21,કમલેશ ખોડાભાઈ દાફડા ઉ.22 આ ચારેય યુવાનો મીઠાપુર ડુંગરી ગામના રેહવાસી છે .