અમરેલી જિલ્લાના ધારીથી બગસરા જતા રોડ પર આવેલા હામાપુર ગામ નજીક મંગળવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હામાપુર ગામ નજીક ધારી–બગસરા રોડ પર બે બાઈક પૂરજોશમાં સામસામે આવી જતા ભયાનક ટક્કર લાગી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકના ભાગો રસ્તા પર ફેલાઈ ગયા હતા.

સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ત્રણને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

બે વ્યક્તિએ ગુમાવ્યા જીવ
આ અકસ્માતમાં પ્રવીણભાઈ વલ્લભદાસ અને દિનુભાઈ બ્લોચ નામના બે વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ ધારી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો