તૌકતે વાવાઝોડા સંદર્ભ વિવિધ સહાય ચુકવણીમાં થયેલ વિસંગતતા બાબતે રેસર્વે કરાવવાની લોકમાંગ ઉભી થયેલ છે. લોકમાંગને લઈને રાજુલા-જાફરાબાદ-ખાંભા નાં ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ને સાથે રાખીને અમરેલી જિલ્લામાં રિસર્વે કરાવવા સરકારનું ધ્યાન દોરવા માટે અમરેલી જીલ્લા કલેક્ટરશ્રીને આવેદપત્ર પાઠવ્યુ.