બીસ્માર રોડ લોકો માટે મહામુસીબત બની ચૂક્યા છે. અનેક લોકો રોડના કારણે અકસ્માતનો ભોગ બને છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના વડીયાથી બાટવા દેવલીનો બિસ્માર રોડને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રામધૂન બોલાવી, હાથમાં ભાજપ વિરોધી બેનરો લઈ વિરોધ પ્રદર્શન કર્યું.

વડીયાથી બાટવા દેવલીનો રોડ છેલ્લા અઢી વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ દરમિયાન રોડને લઈ અનેક રજૂઆર થી હોવા છતાં કોઈ કામગિરિ ન થતાં કોંગ્રેસે વિરોધનો માર્ગ અપનાવ્યો છે. શ્રીરામ જય રામ જય જય રામની ધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

અમરેલીમાં અનેક પ્રશ્નો છે ત્યારે બીજી તરફ અનેક મોટા નેતા અમરેલીએ આપ્યા છે. છતાં પણ વિકાસને લઈને લોકો ઝઝૂમી રહ્યા છે.સામાન્ય બાબતોને લઈને વિકાસ માટે અમરેલીના લોકો ઝઝૂમી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ પરિણામ આવતાની સાથે જનતાને ભૂલી જાય છે. અમરેલીમાં વડીયાથી બાટવા દેવલીનો બિસ્માર રોડને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે આ વિરોધ ફક્ત પ્રદર્શન પૂરતો જ રહેશે કે સરકારની આંખે વલગશે અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ આવશે.