ગુજરાતના અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે લાખાપાદર ડેમમાં પાણીની ભારે આવક થઈ છે અને હવે આ ડેમ છલકાઈ ગયો છે. શેલ નદી પર આવેલા આ મહત્વના ડેમના ઓવરફ્લો થતા આજુબાજુના ગામડાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ઘારી તાલુકાના લાખાપાદર, નાગધ્રા, વાઘવડી, કણેર, તેમજ નાની મોટી ગરમલી સહિત કુલ 12થી વધુ ગામડાઓને આ ડેમમાંથી લાભ થવાનો છે. આ ડેમથી બોરવિંગ પર આધારિત ખેતી કરતા ખેડૂતો હવે સિંચાઈ માટે નર્મદા કે અન્ય સ્ત્રોતો પર નિર્ભર નહીં રહે. વર્ષો સુધી વિકાસથી વંચિત રહેલા આ ગામોને હવે નવું જીવન મળવાનું છે.
નાની સિંચાઈ યોજના, પણ મોટા લાભ
આ ડેમ નાની સિંચાઈ યોજનાના ભાગરૂપે છે, પરંતુ તેના ફાયદા મોટા છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે આ ડેમ પાણીનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ઓવરફ્લો થવા સાથે જ ગામડાના તળાવો અને ચેકડેમ પણ ભરાવાની શક્યતા ઊભી થઈ છે.
લોકોમાં ખુશીની લહેર
શેલ નદી પર આવેલા લાખાપાદર ડેમના છલકાતા સ્થાનિક લોકોમાં આનંદ છે. વર્ષોથી વરસાદના અભાવે ત્રાસેલા ખેડૂતો હવે આ પાણીથી નવી આશા જોઈ રહ્યા છે. આ ડેમ વડે હવે રવિ પાકોના ઉત્પાદનમાં વધારો થવાની પણ શક્યતા છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
–