રાજ્યમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લા ભાજપે ચૂંટણીને લઈ તૈયારીઓનો આખરી ઓપ આપવા જય રહ્યું છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન મુજબ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય ચુંટણી અંતર્ગત ભારતીય જનતા પક્ષ દ્વારા ઉમેદવારો પસંદ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. ત્રણ દિવસ સેન્સ પ્રક્રિયા યોજાશે.

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રીઓ મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભૂતૈયા, ચેતનભાઈ શિયાળ અને જીલ્લા ભાજપના હોદેદારો દ્વારા 17 મંડલો પર દાવેદાર કાર્યકરોને સાંભળવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૦૨ અને ૦૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ પ્રદેશ ભાજપના નિરીક્ષકો ત્રણ અલગ-અલગ જુથમાં નગરપાલિકા, જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચુંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાશે.







