અમરેલી: Bharatiya Janata Party (ભાજપ) ના અમરેલીના નેતા Dr. Bharat Kanabar દ્વારા પક્ષ પલટુ નેતાઓ પર કરવામાં આવેલા કટાક્ષ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. તેમના ટ્વીટે પક્ષપલટાની રાજનીતિને ફરી એકવાર કેન્દ્રસ્થાને લાવી દીધી છે.
ડૉ. ભરત કાનાબારે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “આજકાલ કેટલાક આગેવાનો શર્ટ બદલતા હોય એમ રાજકીય પાર્ટીઓ બદલી રહ્યા છે.” તેમણે જણાવ્યું કે આવા નેતાઓ એક પાર્ટીના સિમ્બોલ પર મત માગીને જીત્યા બાદ, એ જ સિમ્બોલ સામે ચૂંટણી લડવા આવી જાય છે. “જે સિમ્બોલ પર લોકો પાસે મત માગ્યા હતા, તેની સામે જ ચૂંટણી લડવા આવી જાય છે, જ્યારે લોકો એ જ સિમ્બોલ પર તેમને જીતાડ્યા હતા,
“લાલો લાભ વગર ના લોટે”
ડૉ. કાનાબારે વધુમાં જણાવ્યું કે પક્ષ બદલીને ફરીથી મત માગવા આવતા નેતાઓને લોકો હવે ગંભીરતાથી જોતા થયા છે. “લોકો હવે વધુ સજાગ છે. આવા નેતાઓને પાર્ટીમાં શું દુઃખ પડ્યું તે લોકો ખાસ પૂછતા નથી, કારણ કે લોકોને ખબર હોય છે કે ‘લાલો લાભ વગર ના લોટે’,” એમ તેમણે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો.
તેમણે સ્વાર્થ અને સત્તાની રાજનીતિ પર પણ નિશાન સાધ્યું અને સવાલ કર્યો કે, “સ્વાર્થ માટે આગેવાનો પાર્ટી બદલે છે, તો કાલે ફરી બીજી પાર્ટીમાં નહીં જાય તેની શું ગેરંટી?”
પક્ષ પલટાની રાજનીતિ ફરી ચર્ચામાં
ડૉ. કાનાબારના આ નિવેદન બાદ અમરેલી સહિત રાજ્યના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ તેજ બની છે. પક્ષ પલટાની રાજનીતિ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત ચર્ચાનો વિષય રહી છે. ખાસ કરીને ચૂંટણી પૂર્વે અથવા સત્તા પરિવર્તનના સમયમાં પક્ષપલટાના બનાવો વધતા જોવા મળે છે.
લોકોને અપીલ
ટ્વીટના અંતમાં ડૉ. ભરત કાનાબારે લોકોને અપીલ કરી કે આવા પક્ષ પલટુ નેતાઓથી સાવચેત રહેવું જોઈએ અને તેમને ઓળખીને રાજકીય રીતે દૂર રાખવા જોઈએ.







