sbi-bagasara-kadaya-school-donation.jpg

અશોક મણવાર, બગસરા / અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના કડાયા ગામે શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. બગસરા SBI બેંક શાખાના બ્રાન્ચ મેનેજર યશવંત સોલંકીના માર્ગદર્શન હેઠળ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ટીવી, પંખા અને કોમ્પ્યુટર સિસ્ટમ અર્પણ કરવામાં આવ્યા.

આ ઉપક્રમનો હેતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી દ્વારા ઉચ્ચતર શિક્ષણની સુવિધા પૂરી પાડવાનો છે. કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ શ્રી રાજદીપભાઈ ધાધલ, એસ.એમ.સી અધ્યક્ષ હિતેશભાઈ સાવલીયા, શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ સતાસિયા, અને SBI બ્રાન્ચ મેનેજર યશવંત સોલંકી સહિત ગામના લોકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગામના સરપંચ તેમજ શાળા પરિવારે SBI બેંકના મેનેજર અને સ્ટાફનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આવા ઉપક્રમો ગ્રામ્ય શિક્ષણને પ્રોત્સાહન આપશે અને વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથે જોડશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો