અમરેલી/ધારી: ધારી તાલુકાના ગઢીયા વિરપુર ગામે દાન બાપુની જગ્યાના મહંત હર્ષદ બાપુ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. તલવાર વડે થયેલા આ હુમલામાં મહંતને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, ઘટનાના તરત બાદ મહંતને પ્રથમ ધારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની હાલત ગંભીર હોવાથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે.
હુમલાના કારણો હજી બહાર આવ્યા નથી, પરંતુ પોલીસ પ્રાથમિક અનુમાન મુજબ આ હુમલો તલવાર વડે કરવામાં આવ્યો છે. હાલ આ મામલે ધારી પોલીસે તપાસ હાથ ધરી છે અને હુમલો કોણે કર્યો અને પાછળના કારણો શું છે તેની તપાસ તેજ ગતિએ ચાલુ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. હુમલાની ગંભીરતા અને ચર્ચાસ્પદ પરિસ્થિતિને પગલે ધારી તાલુકા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







