અમરેલી જીલ્લા હોમગાર્ડ દળ માં સ્ટાફ ઓફિસર લીગલ તરીકે ફરજ બજાવતા અને ચીતલ ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ તાજેતર માંજ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાહેબ ના હસ્તે માનનીય મુખ્યમંત્રીશ્રી નું ચંદ્રક દ્વારા સન્માન પ્રાપ્ત કરનાર એડવોકેટશ્રી હંસાબેન મકાણી દ્વારા ૮૧ વખત રક્તદાન કરવામાં આવ્યું છે ખોડલધામ સમાધાન પંચ ના જીલ્લા સદસ્ય તરીકે સેવા બજાવી નારી શક્તિ નું અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું તાજેતર માં ચિતલ હાઈસ્કૂલ ખાતે હંસાબેન મકાણી ના નેતૃત્વ માં  હોમગાર્ડ જવાનો દ્વારા સફાઈ કરી  સફાઈ ઝુંબેશ અને સામાજીક પ્રવૃત્તિ ઓમાં અગ્રેસર રહી જીલ્લા હોમગાર્ડ નું નામ રોશન કરવા બદલ અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી, હોમગાર્ડ ઓફિસર અમીતગીરી ગોસ્વામી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.