અમરેલી તા.૨૨ સપ્ટેમ્બર,૨૦૨૫ (સોમવાર) – જાહેર સુરક્ષા માટે મોબાઈલ ફોન લે-વેચ કે રિપેરિંગ, નવું સીમકાર્ડ વેચાણકર્તાઓએ નિયત રજિસ્ટર નિભાવવા જરુરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જિલ્લામાં મોબાઈલ, સીમકાર્ડ વેચાણકર્તા, ડિસ્ટ્રીબ્યુટર, રિટેઇલર વિક્રેતાઓ દ્વારા મોબાઈલ સીમકાર્ડ તેમજ જૂના, નવા મોબાઈલ ફોન વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબાઈલ ફોન ખરીદનાર વ્યક્તિનું નામ, ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ સીમકાર્ડ કે મોબાઈલ વેચાણ સંદર્ભમાં ખરીદ કરનારાના નામ સરનામાની વિગતો સાથેનું રજિસ્ટર ફરજિયાત નિભાવવું.
રજિસ્ટરમાં મોબાઈલ ફોનની વિગત, કંપની વિગત, આઈ.એમ.ઈ.આઈ. નંબર, મોબાઈલ વેચનાર, ખરીદનારના નામ, સરનામાની વિગત, આઈ.ડી.પ્રૂફની નકલ અને વિગત, સીમકાર્ડની વિગત-કંપની નામ, સીમકાર્ડ નંબર, સીમકાર્ડ ખરીદનારની સહિ સહિતની વિગતોનું રજિસ્ટર નિભાવવું. આ હુકમ તા.૧૦.૧૧.૨૦૨૫ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે કાનૂની કાર્યવાહી થઇ શકશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો