સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોઈપણ કામ કરાવવું હોય તો પહેલાં રૂપિયા ચુકવવા પડે નહીતર તમારૂં કામ મહીના વિતવા છતાં ત્યાં નું ત્યાં જ રહે છે થોડા સમય પહેલા તાલુકા પંચાયત/જીલ્લા પંચાયત ની ચુંટણી ઓની જાહેર સભાઓમાં કેન્દ્રીય મીનીસ્ટર પરશોતમભાઈ રૂપાલા સાહેબ કહેતા કે અમારી સરકારમાં એકપણ રૂપિયો આપ્યા વિના કામ થાય છે જે સદંતર જુઠાણું સાબીત થયું છે કારણ કે પીઠવડી ગામમાં એ.ટી.વી.ટી. યોજનાનું કામ દોઢેક મહીના પહેલા પૂર્ણ કરવામાં આવેલ અને જે કામ નું કામ પૂર્ણ થયાનું કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ પચીશ દિવસ પહેલા એન્જિનિયરે આપી દીધેલ અને એ.ટી.વી.ટી. યોજના માંથી પીઠવડી ગ્રામ પંચાયતના ખાતામાં પેમેન્ટ ચુકવવા માટે ફાઈલ તાલુકા પંચાયત કચેરી ખાતે મોકલી આપેલ પરંતુ તાલુકા પંચાયત માં નિવેદ નહીં કરવાના કારણે આજદીન સુધી અમારી ગ્રામ પંચાયતના ખાતામાં પેમેન્ટ નાખવામાં આવેલ નથી તેમ કોંગ્રેસના યુવાનેતા ભૌતિક સુહાગીયા એ  જણાવ્યુ છે