અમરેલી જિલ્લા સહિત સૌરાસ્ટ્રના અનેક જિલ્લાઓમા તાઉતે વાવાઝોડા એ આતંક મચાવ્યો હતો અને અનેક લોકોએ પોતાના મકાન , ખેડૂતો એ પોતાનો પાક ગુમાવ્યો છે અને 8 દિવસ થયા છતાં વીજળી પણ પહોચી  નથી ત્યારે આવા અસરગ્રસ્ત વિસ્તારના લોકોની મદદ માટે પરમેશ્વર સેવા એજ્યુકેશન ટ્રસ્ટ પહોચ્યું છે, ટ્રસ્ટના પ્રમુખ કપિલ વેગડા દ્વારા 8000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી અને રાજુલા , જાફરાબાદ , ખાંભા , ધારી ચલાલા સહિત ના ગામોમાં પહોચતા કર્યા હતા,

એક તરફ લોકોને અનેક હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે પરમેશ્વર સેવા એજ્યુકેશન ટ્રસ્ટ લોકો સુધી પહોચી અને સેવા નો ધોધ વરસાવ્યો હતો