અમરેલી, અશોક મણવર/ ધારી શહેરમાં ગર્લ્સ હાઇસ્કૂલ સામે આવેલી યોગી ચેમ્બરમાં તસ્કરોના આતંકથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. એક જ રાતે યોગી ચેમ્બરમાં આવેલી ત્રણ દુકાન તોડાઈ ગઈ હોવાનો બનાવ સામે આવતા સ્થાનિક વેપારીઓમાં ભય ફેલાયો છે. ત્યારે ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચોરીની ઘટના અંતર્ગત, તસ્કરો દુકાનના શટર ઊંચકીને અંદર પ્રવેશ્યા હતા. નિલેશ બુક સ્ટોરમાંથી અંદાજે ₹25,000ની રોકડ રકમની ચોરી કરવામાં આવી છે. તુરંત જ બાજુમાં આવેલી શ્યામ એગ્રોની દુકાનમાંથી પણ ₹5,000ની રકમ તસ્કરો ઉચકીને લઈ ગયા હતા. ત્રીજી દુકાનમાં પણ તસ્કરોએ તોડફોડ કરી હતી .
ચોરીની જાણ થતાની સાથે ધારી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામ દુકાનોની તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે અને પોલીસ દ્વારા તસ્કરો સુધી પહોંચવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો