અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ફરી એક વખત ડિમોલિશનની તૈયારી શરૂ થઈ ચૂકી છે. અગાઉ કરાયેલા મેગા ડિમોલિશન બાદ ફરી ગેરકાયદે દબાણો વધતાંની સાથે જ તંત્ર એક્શનમોડમાં આવ્યું છે. ત્યારે હવે મેઈન રોડ પર આવેલ દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા તંત્રએ અપીલ કરતાં આજે ફુટ માર્ચ યોજી હતી.

ધારી શહેરમાં વર્ષ 2023માં મેગા ડિમોલિશન આવ્યું હતું જેમાં 500થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ફરી ગેરકાયદે દબાણો વધતાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ મામલે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે મામલતદારે ફુટ માર્ચ યોજી હતી અને આ સાથે મેઈન રોડ પર આવેલ દુકાનદારોને સ્વેચ્છાએ દબાણ હટાવવા અપીલ કરવામાં આવી છે.

ગેરકાયદે દબાણો નહી હટે તો ફરી મેગા ડિમોલીશનની તંત્ર દ્વારા જાણે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે તેમ લાગી રહ્યું છે. ગત વર્ષે કરવામાં આવેલ ડિમોલિશનમાં 6 JCB , 20 ટ્રેક્ટરો, 100 જેટલા મજૂરો કામગીરીમાં જોડાયા હતા.