અમરેલી જિલ્લાનો ધારી શહેર છેલ્લા થોડા દિવસોથી સતત ચોરીના બનાવોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ હાર્દસમા બગીચા સામે આવેલી એક મોબાઈલ શોપના તાળા તોડી ચોરીની ઘટના સામે આવી છે.
શહેરમાં વધતા ચોરીના બનાવોથી વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ધારી બજરંગ ગ્રુપ તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટ્ટણીએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવી, શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે, તસ્કરો વારંવાર ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને હજુ સુધી ધારી પોલીસ તેમને ઝડપવામાં નિષ્ફળ રહી છે.
વેપારીઓની માંગ:
શહેરમાં રાત્રે પોલીસ પેટ્રોલિંગ વધારવું
મુખ્ય માર્ગો અને જાહેર ચોક પર હોમ ગાર્ડના પોઈન્ટ ફાળવવા
CCTV કવરેજ વધારી તસ્કરોને કાબૂમાં લેવા પગલાં ભરવા