અમરેલી તા. 29 સપ્ટેમ્બર, 2025 (સોમવાર) – અમરેલી જિલ્લાના ધારી સ્થિતિ ગળધરા ખોડિયાર મંદિરે શરદ પૂર્ણિમાના અવસરે નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૫ અંતર્ગત શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નર  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા આગામી તા. 6-10-2025 ના રોજ રાત્રિના 8.00 કલાકથી આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં રાજ્યના ખ્યાતનામ કલાકારો   જીતેન્દ્રભાઈ પંડ્યા,   હર્ષાબેન બારોટ,  ગોપાલભાઈ પરમાર તથા કલાવૃંદ સૂર અને તાલ રેલાવશે. આ કાર્યક્રમનો લાભ લેવા ધારી તેમજ આસપાસના રહીશોને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર વતી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.