અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામની સરકારી શાળાની શિક્ષિકા ઉર્મિલાબેન જેબલીયાએ પોતાના ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC) સીઝન 17 માં પસંદ થયા છે અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સમક્ષ હોટ સીટ પર બેસીને સવાલોના જવાબ આપ્યા.
ઉર્મિલાબેન જેબલીયા ગણિત અને વિજ્ઞાન વિષયની શિક્ષિકા છે. 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ રાત્રે 9 વાગ્યે પ્રસારિત થયેલા 32મા એપિસોડ માં તેઓ જોવા મળ્યા. ગામડાની સરકારી શાળામાં કાર્યરત એક શિક્ષિકાએ કૌન બનેગા કરોડપતિના મંચ સુધી પહોંચવું સૌ માટે પ્રેરણાદાયી ઘટના છે.
મળ્યું મહેનતનું ફળ
ઉર્મિલાબેનના જણાવ્યા અનુસાર આ સફળતા ઘણા વર્ષોની મહેનત અને જ્ઞાનપ્રાપ્તિનું પરિણામ છે. જોકે, તેમણે શોમાં કેટલું ઇનામ જીત્યું તેની સ્પષ્ટતા કરી નથી. તેમ છતાં, તેમના હોટ સીટ સુધી પહોંચવા પર સમગ્ર જિલ્લાભરમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.
અમરેલી જિલ્લાનું ગૌરવ
KBC જેવા લોકપ્રિય શોમાં ગામડાની શિક્ષિકા સુધી પહોંચતા સમગ્ર શિક્ષક સમાજ અને અકાળા ગામના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો