અમરેલી જિલ્લાના નાના ભંડારીયા ગામે બનેલ બે વર્ષ જૂના રહસ્યમય હત્યા કેસનો અંતે ભેદ ઉકેલાયો છે.
વર્ષ 2023માં નાના ભંડારીયા ગામ નજીક આવેલા ડેમના પાળા પાસે એક યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.પોલીસે તે સમયે એડી નોંધ કરી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના નાવલીબેન બારૈયાએ પોલીસ પાસે અરજી આપી હતી કે તેમની દીકરી ગુમ થઈ ગઈ છે. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતક યુવતીનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં પુષ્ટિ થઈ કે મૃતક યુવતી નાવલીબેનની જ દીકરી છે.

આ દરમિયાન તપાસ દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી — મૃતકનો પતિ ભાવેશ કટારાએ પોતાની સાસુ સમક્ષ કબૂલાત કરી કે “મેં તમારી દીકરીને મારી નાખી છે.” આ આધારે અમરેલી તાલુકા પોલીસએ હત્યાનો ગુન્હો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી.

પોલીસે ટેકનિકલ તપાસ, ડીએનએ પુરાવા અને રિકન્સ્ટ્રક્શન માટે મહિલાનું સ્ટેચ્યુ તૈયાર કરી ઘટના પુનઃનિર્માણ (reconstruction) કર્યું. આ પુરાવાઓના આધારે પોલીસે આરોપી ભાવેશ કટારાને વડીયા તાલુકાના બાદલપર ગામેથી ઝડપી લીધો.

આરોપીએ કબૂલ કર્યો ગુનો
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત આપી કે પત્ની સાથે સામાન્ય માથાકૂટ દરમિયાન ગુસ્સામાં આવીને ગળું દબાવી મારી નાખી હતી અને પછી લાશ દાટી દીધી હતી. હાલ પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે અને વધુ પુરાવા માટે 5 દિવસનો રીમાન્ડ મેળવ્યો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો