Amreli જિલ્લાના Savarkundla તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામલોકોએ એકત્રિત થઈ Savarkundla Rural Police Station નો ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી હતી.
ગામના સરપંચ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગ્રામજનોએ રજૂઆત કરી કે ગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણને કારણે બહેનો અને દિકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ
ગ્રામજનો પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી ગયા હતા અને બુટલેગરો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવા આવેદનપત્ર પણ સોંપ્યું હતું.
આ પણ વાંચો: કીર્તિ પટેલ 1 દિવસના રિમાન્ડ પર, જાણો કેમ થઈ કાર્યવાહી
પોલીસની ખાતરી બાદ મામલો થાળે
પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો. હાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના વેચાણ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







