ગુજરાત ભાજપના પ્રમુખની જાહેરાત બાદ છેલ્લા ઘણા સમયથી સંગઠનના માળખાની ચર્ચાઓ ચાલી રહી હતી. અનેક અટકળો બાદ આજે સત્તાવાર ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠનું માળખું જાહેર કરવામાં આવ્યું છે . જેમાં 10 ઉપાધ્યયક્ષ, 4 મહામંત્રી અને 10 મંત્રી જાહેર કરવામાં આવ્યા છે.
સૌની નજર મહામંત્રી પર હતી. ત્યારે ભાજપે મહામંત્રી પદ પર અનુભવી ચહેરાઓને બેસાડ્યા છે. કચ્છ જિલ્લાના નેતા અનિરુદ્ધ દવે, રાજકોટથી ડો. પ્રશાંત કોરાટ, ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ અજય બ્રહ્મભટ્ટ અને સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠકના નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણનો સમાવેશ કરાયો છે. મહા મંત્રી પદ પર સૌરાષ્ટ્રની પકડ જોવા મળી છે. આ સાથે જ કિસાન મોરચાના આધાયક્ષ પદ પર અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ હિરેન હિરપરાને સ્થાન આપવામાં આવ્યું છે.
ઉપપ્રમુખ પદ પર આ નેતાઓને મળ્યું સ્થાન
ભરત પંડ્યા , જયદ્રથસિંહ પરમાર, રમેશ ધડુક, રાજેન્દ્રસિંહ ચુડાસમા, નટુજી ઠાકોર જંખના પટે, ગીતાબેન રાઠવા, અરવિંદભાઇ પટેલ , ગૌતમ પટેલ અને રસિકભાઈ પ્રજાપતિને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. 

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







