ભારતીય સંગીત જગત માટે આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરીલા અવાજની માલિક અને દિગ્ગજ ગાયિકા Asha Bhosleનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી મનોરંજન ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

અંતિમ વિદાય દરમિયાન તેમના પુત્ર આનંદ ભોંસલેએ માતાના અંતિમ સંસ્કાર કર્યા અને ચિતાને અગ્નિદાહ આપ્યો. પરિવારજનો અને નજીકના લોકો માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક રહી. તેમની પૌત્રી જેનાઈ દાદીને અંતિમવાર જોઈને દુઃખમાં તૂટી પડી હતી.

આશા તાઈએ પોતાના અનોખા અવાજ અને બહુમુખી ગાયકીથી દાયકાઓ સુધી સંગીતપ્રેમીઓના દિલ પર રાજ કર્યું હતું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોમાં તેમનું શરીર ભલે વિલીન થઈ ગયું હોય, પરંતુ તેમનો અવાજ સદાકાળ માટે જીવંત રહેશે.

તેમના નિધનને એક યુગનો અંત માનવામાં આવી રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટી અને ચાહકોએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. આશા ભોંસલેએ ગાયેલા સદાબહાર ગીતો તેમને હંમેશા માટે અમર બનાવશે. સંગીતપ્રેમીઓના હૃદયમાં તેઓ હંમેશા જીવંત રહેશે.