ધારી ગામના આશુતોષ કે.સંઘાણીએ સમગ્ર ભારતમાંથી પસંદ થયેલા 19 પ્રતિભાગીઓમાં રાષ્ટ્રીય સ્તરની માઇક્રોટીચિંગ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીને ગૌરવ મેળવ્યું છે. આ સ્પર્ધાનું આયોજન IITE દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતિભાગીઓને રૅન્ડમ ટિચિંગ સ્કિલ્સ પર આધારિત પાઠયોજનાઓ તૈયાર કરી પ્રસ્તુત કરવાની ફરજ હતી.

પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા બાદ તેમને માનનીય વાઈસ ચાન્સેલર સાહેબ સાથે વ્યક્તિગત મુલાકાતનો ગૌરવ પ્રાપ્ત થયો. વાઈસ ચાન્સેલરશ્રીએ તેમને આ સિદ્ધિ તેમજ અગાઉની TLM ક્ષેત્રની સફળતાઓ બદલ અભિનંદન પાઠવ્યા તથા ટ્રોફી, પ્રમાણપત્ર અને પ્રોત્સાહન રાશિ આપવામાં આવી હતી.

 

આ સિદ્ધિ માત્ર આશુતોષ માટે જ નહીં, પરંતુ ધારી ગામ જેવા નાના વિસ્તારની શૈક્ષણિક પ્રતિભા માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો