ઇકો સેન્સેટીવ ઝોન મામલે અમરેલી જુનાગઢ અને ગિરસોમનાથમાં ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન ધારી ખાતે પ્રદેશ કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક ધારીના આંબરડી ગામ નજીક આવેલ ખાનગી રિસોર્ટમા યોજાઈ હતી. આ બેઠક બાદ અમિત ચાવડા અને શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં શક્તિસિંહ ગોહિલે સરકાર પર આંકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઈકો સેન્સેટીવ ઝોન દ્વારા જનતા પર જંગલ રાજ થોપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઈકો સેન્સિટવ ઝોન મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ઈકો સેન્સિટિવ ઝોનના નામે ભાજપ જનતા પર જંગલરાજ થોપવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. શક્તિસિંહ વઘુમાં જણાવ્યું હતું કે, આપણા ગીરમાં સૌરાષ્ટ્રવાસીઓએ સિંહોની સુરક્ષા કરી છે.
ખેડૂતોએ ખેતપેદાશની સાથે વનરાજાને સાચવવાનું કામ કર્યું છે. એટલા માટે તો સિંહની સંખ્યા વધી છે. સિંહો વધે છે, સંરક્ષણ થાય છે પછી ઈકો સેન્સિટિવ ઝોન કરી ખેડૂતને શા માટે મુશ્કેલીમાં મૂકો છો.







