અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ગ્રુપ Aની લડાઈ રોમાંચક બનાવી દીધી છે. તેણે ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી દીધું છે. અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા 149 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 127 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ રીતે અફઘાનિસ્તાને સુપર-8માં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. અફઘાનિસ્તાને આ મેચ 21 રને જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનનો વિજય તેની ટીમના પ્રયાસોનું પરિણામ છે. અફઘાનિસ્તાને બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય માં શાનદાર પ્રદર્શન કરીને પોતાની જીત નોંધાવી હતી. ICC ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા પર અફઘાન ટીમનો આ પ્રથમ વિજય છે. આ જીત સાથે તેણે ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખી છે. આ હાર બાદ હવે ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરો જેવું રહેશે.
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે, ગુરબાઝ અને ઝદરાનની તેની ઓપનિંગ જોડીએ 15.5 ઓવરમાં 118 રન કર્યા હતા. જ્યારે 9 વિકેટ બાકી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે અફઘાનિસ્તાન તેનો સ્કોર ઘણો મોટો કરશે. પરંતુ, પ્રથમ વિકેટ પછી, મોમેન્ટમ ઓસ્ટ્રેલિયન બોલરો તરફ વળ્યો.
કમિન્સની હેટ્રિક
ઓસ્ટ્રેલિયા વતી પેટ કમિન્સે પણ આ મેચમાં હેટ્રિક લેવાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે T20 ક્રિકેટ અને T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે બેક ટુ બેક હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. કમિન્સ ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ બોલર હતો જેણે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના સિવાય જમ્પાને 2 વિકેટ મળી હતી.
હવે ઓસ્ટ્રેલિયા સામે 149 રનનો ટાર્ગેટ હતો, જે તેની બેટિંગ સ્ટ્રેન્થને જોતા બહુ મુશ્કેલ લાગતું ન હતું. પરંતુ, પછી અફઘાનિસ્તાન ટીમની ઓળખ તેની બોલિંગ પણ છે. અફઘાનિસ્તાનના બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો સામે સારો પડકાર રજૂ કર્યો, જેને તેઓ પાર કરી શક્યા નહીં અને લક્ષ્યથી 21 રન ઓછા રહ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેને 15 રન પણ બનાવ્યા ન હતા.
ગુલબદીન અને નવીને ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકી
ગુલબદિન નાયબ અને નવીન-ઉલ-હક અફઘાનિસ્તાનના બે સૌથી સફળ બોલર હતા, જેમણે મળીને ઓસ્ટ્રેલિયા માટે 7 વિકેટ લીધી હતી. ગુલબદીને 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ લીધી હતી જ્યારે નવીને પણ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય રાશિદ, ઓમરઝાઈ અને નબીને 1-1 વિકેટ મળી હતી.
ICC ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન VS ઓસ્ટ્રેલિયા
ICC ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ત્રીજી ટક્કર હતી. અગાઉ T20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. 2023 ODI વર્લ્ડ કપમાં જ્યારે બંને ટીમો વાનખેડે મેદાન પર ટકરાયા ત્યારે ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. પરંતુ, વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર, ઈતિહાસનું પુનરાવર્તન ન થયું, પરંતુ પલટાઈ ગયું. અફઘાનિસ્તાને ત્રીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાનો રેકોર્ડ 1-2થી બનાવી લીધો છે.