Amreli: બાબરામાં લોહાણા મહાજન અને રઘુવીરસેના બાબરા દ્વારા તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો…

પ્રકાશ કારીયા, ચલાલા / બાબરા લોહાણા મહાજન અને રગુવીરસેના બાબરાના સયુંક્ત ઉપક્રમે બાબરા શહેરના ધોરણ 1 થી 12 ના 65% થી ઉપરના તમામ વિદ્યાર્થીઓનો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ અને સમૂહ જ્ઞાતિ પ્રસાદ તા. ૧૪/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રી જલારામ મંદિર બાબરા ખાતે યોજાયેલ હતો.

બાબરા શહેરના ધોરણ 1 થી 12 ના એક વિદ્યાર્થીને ૨૧ ઇનામ એવા કુલ ૪૪ વિદ્યાર્થીઓને ટોટલ 924 ઇનામો આપી પ્રોત્સાહિત કરવાનું ભવ્ય આયોજન બાબરા લોહાણા મહાજન અને રઘુવીર સેના દ્વારા થયેલ હતું. જેમાં એક વિદ્યાર્થીને 21 ભવ્ય ઈનામો આપી સન્માનિત કરાયા હતા. બાબરા લોહાણા મહાજન અને રઘુવીર સેના દર મહીને “અન્ન ભેગા એના મન ભેગા” ના બેનર નીચે દર મહીને જ્ઞાતિ ભોજન અને જનરલ મીટીંગનું પણ સુદર આયોજન કરી રહી છે અને જ્ઞાતિ સંગઠન અને જ્ઞાતિ એકતા માટે સતત બાબરા લોહાણા મહાજન અને રઘુવીર સેનાની સમગ્ર ટીમ કામ કરી રહી છે. અને આવનારા દિવસોમાં પણ વિધાર્થીઓ,વેપારીઓ,મહિલાઓને ઉપયોગી અને પ્રોત્સાહન મળી રહે અને જ્ઞાતિ એકતા વધે એવા કાર્યક્રમો કરવા લોહાણા મહાજન અને રઘુવીર સેનાની ટીમ તૈયારીઓ કરી રહી છે.

બાબરા લોહાણા મહાજન અને રઘુવીર સેના દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં મુખ્ય મહેમાનો સોનલબેન વસાણી, વિશાલભાઈ સોઢા, સુમિતભાઈ ઠક્કર, ભાવેશભાઈ સોઢા, પીયુશભાઇ સોનપાલ, સંજયભાઈ વણઝારા, જય જલારામ ટ્રસ્ટ સહીત ઉપસ્થિત રહ્યા હતા અને દાતાશ્રીઓ તરીકે શ્રી લોહાણા મહાજન બાબરા, અમરેલી જીલ્લા રઘુવીર સેના, રઘુવીર સેના બાબરા, ગૌ.વા.લલીતભાઈ ધીરજલાલ સેદાણી, પરેશ ટી.કંપની નીલમ ચા પરિવાર,ગૌ.વા.ઇન્દુબેન વનમાળીદાસ કાનાણી, ગૌ.વા.લતાબેન નંદલાલભાઈ પોપટ, જતીનભાઈ વિનોદરાય ઠક્કર (એડવોકેટ – રાજકોટ), શ્રી હિંમતભાઈ ભીમજીભાઈ વસાણી, ગૌ.વા.રમાબેન રમણીકલાલ વણઝારા, હેમકુવરબેન રમણીકલાલ ભુપતાણી, તપસભાઈ રજનીકાંતભાઈ તેજુરા, તુલસીદાસ આર.ગોકાણી(કૃષ્ણ ગીફ્ટ રાજકોટ), મનોજભાઈ દિનકરરાય જસાણી, અને દીપકભાઈ ચંદુભાઈ સેદાણી સહિતના દાતાશ્રીઓ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા.

ભોજન પ્રસાદના દાતાશ્રી સંજયભાઈ નટવરલાલ માનસેતા ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યકર્મનું ભવ્ય આયોજન જલારામ મંદિર બાબરા ખાતે રાખેલ હતું અને જય જલારામ ટ્રસ્ટ વતી કાળુભાઈ વણઝારા અને હસુભાઈ પોપટ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે પુરતો સાથ અને સહકાર આપેલ હતો. સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન લોહાણા મહાજન અને રઘુવીર સેનાની સમગ્ર ટીમે કરેલ હતું અને આવનારા દિવસોમાં પણ અનેક જ્ઞાતિ ઉપયોગી કાર્યક્રમ કરવામાં આવશે તેવું જણાવેલ.

 

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો 

Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો