બગસરા રૂપેશ રૂપારેલીયા /  તા. ૨૨/૦૨/૨૦૨૬ને રવિવાર ના રોજ બગસરા ભરવાડ સમાજ દ્વારા છેલ્લા ૧૬વર્ષથી બગસરા થી દ્વારકા પદયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે આજે બગસરા ભરવાડ સમાજની વાડી લ્હાતેથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ની પરંપરાગત પૂજન અર્ચન કરી તરમાજ બગસરાના સંતો મહંતોના આશીર્વાદ મેળવી બગસરા થી દ્વારકા પદયાત્રા ને જય રણછોડ ના નાદ સાથે પદયાત્રા ને પ્રસ્થાન કરવામાં આવી હતી.

આ પદયાત્રા ના પ્રસ્થાન પૂર્વે બગસરા ના સમસ્ત ભરવાડ સમજે પોતાના વ્યવસાયો બંધ રાખી આ યાત્રામાં જતા તમામ ને ભોજન પ્રસાદ લેવરાવ્યા હતા અને આગળ વધતા ઠેર ઠેર ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમ ના સ્ટોલ ઉભા કરવામાં આવેલ તેમજ આ યાત્રા સાથે બગસરા ભરવાડ સમાજ તરફથી દસ દિવસ સુધી પડાવ માં ભોજન સહિત ની યાત્રિકોની વ્યવસ્થા માટેબભરવાડ સમાજ ના યુવાનો તન મન અને ધન સાથે સેવામાં રહશે તેમજ આ પદયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ તેમ પડયાત્રાની સંખ્યા ત્રણ હજાર થી વધુ થઈ જશે અને દ્વારિકા પહોંચશે જ્યાં ગોમતી નદીમાં સ્નાન કરી પરમ કૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ના દર્શન કરી ફુલડોળ ઉજવશે અને આ યાત્રાને પૂર્ણ કરી પરત ફરશે આ યાત્રા નું સંપૂર્ણ સંચાલન ભરવાડ સમાજ બગસરા દ્વારા કરવામાં આવે છે

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો