અમરેલી/ બગસરા શહેરમાં ગેરકાયદેસર રીતે રેતીની હેરાફેરી પર તંત્રનો કડક સપાટો જોવા મળ્યો છે. પ્રાંત અધિકારી કે.વી. નંદા સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા–અમરેલી રોડ પર જેઠીયાવદર નજીક એક ટ્રેક્ટરને રોકી તપાસ કરતાં પાસ પરમીટ વિના રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન ટ્રેક્ટરના ડ્રાઇવરે કોઈ પણ પ્રકારનો આધાર દસ્તાવેજ અથવા રેતીની પરમીટ રજૂ કરી શક્યો નહોતો. ત્યારબાદ અધિકારીઓએ ટ્રેક્ટરને મામલતદાર કચેરી ખાતે રાખી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેક્ટરમાં ભરાયેલી રેતી હાલરીયા ગામની નદી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખોદી લેવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બિનઅધિકૃત રેતી ખનન અને હેરાફેરી સામે તંત્રની આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા રેતી ખનન પર લગામ કસવા માટે ચકાસણી અભિયાન તેજ બનાવવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો