બગસરા વરિયાવંશ પ્રજાપતિ સમાજ દ્વારા અંધકાર થી ઉજાસ તરફના અભિગમ સાથે વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો 

બગસરા, રૂપેશ રૂપારેલિયા :બગસરા વરિયાવંશ પ્રજાપતિ સમાજ દ્વારા અંધકારથી ઉજાસ તરફના અભિગમ સાથે સરસ્વતી સન્માન સમહારો દાદરગીર હાલ રાજકોટ ના ગોવિંદભાઈ ટુડીયા ના અધ્યક્ષતા માં તા. ૦૪/૦૮/૨૦૨૪ને રવિવારે સથવારા સમાજ વાડી યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટય જ્ઞાતિ ભામાશા રમેશભાઈ રાખશિયા તેમજ સી.ઈ.એસ.ટી. કાર્ય પાલક ઇજનેર અમરેલી એચ.આર. મોરધરા તેમજ સહયોગ શરાફી મંડળી ના ચેરમેન અશ્વિનભાઈ સોલંકી ના વરદ હસ્તે કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવેલ.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા બગસરા સુંદરકાંડ પરિવાર ના મોભી અને રામાયણીક ચંદ્રહાસભાઈ બસિયા દ્વારા અભ્યાસ સાથે સામાજિક ઘડતર એટલું જ જરૂરી , નિવૃત્ત શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શાળા વાસાવડ નાં વિનાયચંદ્ર મારડિયા દ્વારા આધુનિક યુગ મન્યુવા પેઢી ની આંધળી દોડ ઉપર વક્તવ્ય આપેલ. જ્યારે સી.આર.સી.કો.ઓ. લીલીયા કન્યાશાળા પ્રવીણભાઈ રાખશીયા હાલના સમયમાં શિક્ષણક્ષેત્રે થતી હરણફાળ અને સમાજમાં શિક્ષણનું મહત્વ સહિતની મોટીવેશન અંગે સમાજ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહિત ઉપર પોતાનું વક્તવ્ય આપેલ.

આ કાર્યક્રમ માં વરિયાવંશ પ્રજાપતિ સમાજની નવ નિર્માણ પામેલ રહેલ વાડી માં ગૌ.વા. જયદીપભાઈ ગોવિંદભાઈ ટુડિયા દ્વારા રૂ.૨૧ લાખ નું દાન જાહેર કર્યું હતું. જ્યારે વરિયા વંશ પ્રજાપતિ સમાજ દ્વારા ચાલી રહેલ વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરવા એજ્યુકેશન ફંડ માં ૫૧ હજાર નું દાન કે.એમ.એલ.કે. વિધાશ્રમ દ્વારા આપવા માં આવેલ. જ્યારે આવતા વર્ષે યોજનાર વિદ્યાર્થી સન્માન સામહરોમાં ગૌ.વા. બાબુભાઈ ગોરધનભાઈ મારડિયા દ્વારા ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવશે આ કાર્યક્રમ માં દેશ દેશાવરના આગેવાનો હાજર રહી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ નું સફળ સંચાલન રંજનબેન એ. સુરાણી, કલ્પનાબેન એચ. મોરધરા તેમજ સંજયભાઈ લાઠિયા કરેલ હતું તેમ બગસરા વરિયાવંશ પ્રજાપતિ સમાજે જણાવેલ છે.