Amreli: નારણ કાછડિયાને ભરત સુતરીયાનો સણસણતો જવાબ, જુઓ વાયરલ પત્ર…

લોકસભાની ચૂંટણી પહેલા અમરેલીમાં શરૂ થયેલ વિવાદ શાંત થવાનું નામ નાથી લેતો. હવે નેતાઓ જાહેરમાં વિવાદ લાવી રહ્યા છે. અમરેલીના સાંસદે અમરેલી બેઠકના ઉમેદવાર પર નિશાન સાધ્યું હતું તેનો સણસણતો જવાબ ભરત સુતરીયાએ આપ્યો છે.

અમરેલીમાં ભાજપમાં વિવાદ હવે જાહેરમાં આવી રહ્યો છે. ચૂંટણી પહેલાનો ડખો હજુ પણ સામે આવે છે. નારણભાઈ કાછડિયાના નિવેદન બાદ ભરતભાઈ સુતરીયાએ તેમને કેટલી વાર થેંક્યું કહ્યું તે પત્ર લખીને જણાવ્યું છે. આ સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે તમે પાર્લમેન્ટરી બોર્ડનું અપમાન કરો છો. અને તમારી ટિકિટ કેમ કપાટી તે તમે સારી રીતે જાણો છો. સુતરીયાએ નારણ કાછડિયાને આખરી વાર થેંક્યું પણ કહ્યું છે.

શું હતો વિવાદ
બે દિવસ પહેલા સાંસદ નારણ કાછડિયાએ જાહેરમાં ભાજપના ઉમેદવાર પસંદગીને લઈ સવાલો ઉઠાવ્યા હતા. અને એવું નિવેદન પણ આપી દીધું હતું કે, પાર્ટીએ મતદારોનો દ્રોહ કર્યો છે. જે થેંક્યુ ન બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી.

નોંધ: news hotspot આ વાયરલ પત્રની પુષ્ટિ નથી કરતું