ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવા માટે જામનગર ખાતે મળેલી લોહાણા સમાજની એક અગત્યની મિટિંગમાં સર્વાનુમત્તે થયેલા નિર્ણય મુજબ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમમાં અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે ધારી લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ પોપટની નિમણૂક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 12 વર્ષથી ધારી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે કાર્યરત ભરતભાઈ પોપટના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક કાર્યો ધારી લોહાણા મહાજન દ્રારા લોહાણા સમાજ માટે થયા છે. ત્યારે હવે ભરતભાઈ પોપટની નિમણૂક થતાં હવે ભરતભાઈ પોપટની સેવાનો લાભ સમગ્ર અમરેલી જિલ્લાના લોકોને મળી શકશે.

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના પ્રમુખ જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુભાઈ લાલ) સહિતના આગેવાનોએ ભરતભાઈ પોપટની નિમણૂકને વધાવી છે. બીજી તરફ અમરેલી જિલ્લાના લોહાણા સમાજ તેમજ આગેવાનો દ્વારા ભરતભાઈ પોપટ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો