આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે પ.પૂ.શ્રી મોરારીબાપુની દિવ્ય ઉપસ્થિતી અને સ્વહસ્તે પ્રતિભા સંપન્ન મહિલા સન્માન શ્રી બાળ કેળવણી મંદિર બગસરા તથા જયોતિ મહિલા વિકાસ સંગઠન બગસરાના સંયુકત ઉપક્રમે આયોજિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા શ્રેષ્ઠ મહિલા કાર્યકરનું સેવા સન્માન તથા જયોતિ મહિલા વિકાસ સંગઠન બગસરા દ્વારા જયોતિ નારી રત્ન એવોર્ડ એનાયત તથા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી લીલાબેન શાહ શ્રેષ્ઠ મહિલા કાર્યકર એવોર્ડમાં બાલવાટીકા બાલમંદિર  બગસરાના મુખ્ય શિક્ષિકા ભાવિકાબેન દર્શનભાઈ હિરપરા તેમજ ભારતીબેન શાંતિલાલભાઈ ધાંધિયા-નિયામક શિક્ષણ વિભાગ, બાળ કેળવણી મંદિર બગસરા જયોતિ નારી રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

જ્યારે જયોતિ નારી રત્ન એવોર્ડથી શ્રીમતી ભાવનાબેન વજુભાઈ સતાસીયા-શ્રીમતી વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણી તેમજ શ્રીમતી જીજ્ઞાબેન દિપકભાઈ ભટ્ટીનું સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષે સંસ્થા પોતાના શ્રેષ્ઠ કાર્યકરોની સેવાની નોંધ લઈ તેમને સન્માનિત કરવામાં આવેલ છે.