એશિયાટિક સિંહોની સલામતીને લઈને ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, ત્યારે આગામી 7 ઓક્ટોબરથી ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં દોડતી 10 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કાંસીયા નેસ- સાસણગીર અને જૂનાગઢ- બીલખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

આ ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર

1-અમરેલી-જૂનાગઢ ટ્રેન નંબર 09539 અમરેલી સ્ટેશનથી સવારે 07:10 વાગ્યે ઉપડશે અને સવારે 11:10 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે.

2-જૂનાગઢ-દેલવાડા ટ્રેન નંબર 09532 જૂનાગઢ સ્ટેશનથી સવારે 08:40 વાગ્યે ઉપડશે અને બપોરે 3:25 વાગ્યે દેલવાડા સ્ટેશન પહોંચશે.

3-દેલવાડા-વેરાવળ ટ્રેન નંબર 09296 દેલવાડા સ્ટેશનથી સવારે 08:00 વાગ્યે ઉપડશે અને સવારે 11:20 વાગ્યે વેરાવળ સ્ટેશન પહોંચશે

4-અમરેલી-વેરાવળ ટ્રેન નંબર 09292 અમરેલી સ્ટેશનથી સવારે 06:30 વાગ્યે ઉપડશે અને સવારે 11:40 વાગ્યે વેરાવળ સ્ટેશન પહોંચશે.

5-વેરાવળ-અમરેલી ટ્રેન નંબર 09291 વેરાવળ સ્ટેશનથી સવારે 09:40 વાગ્યે ઉપડશે અને બપોરે 03:00 વાગ્યે અમરેલી સ્ટેશન પહોંચશે.

6-અમરેલી-વેરાવળ ટ્રેન નંબર 09508 અમરેલી સ્ટેશનથી બપોરે 12:25 વાગ્યે ઉપડશે અને સાંજે 05:25 વાગ્યે વેરાવળ સ્ટેશન પહોંચશે.

7-વેરાવળ-અમરેલી ટ્રેન નંબર 09505 વેરાવળ સ્ટેશનથી બપોરે 01:25 વાગ્યે ઉપડશે અને સાંજે 06:40 વાગ્યે અમરેલી સ્ટેશન પહોંચશે.

8-દેલવાડા-જૂનાગઢ ટ્રેન નંબર 09531 દેલવાડા સ્ટેશનથી સવારે 11:30 વાગ્યે ઉપડશે અને સાંજે 06:25 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે.

9-વેરાવળ-દેલવાડા ટ્રેન નંબર 09295 વેરાવળ સ્ટેશનથી બપોરના 02:05 વાગ્યે ઉપડશે અને સાંજે 05:50 વાગ્યે દેલવાડા સ્ટેશન પહોંચશે.

10-જૂનાગઢ-અમરેલી ટ્રેન નંબર 09540 જૂનાગઢ સ્ટેશનથી બપોરના 02:05 વાગ્યે ઉપડશે અને સાંજે 06:05 વાગ્યે અમરેલી સ્ટેશને પહોંચશે.