બિહાર સરકારને જાતિ સર્વેક્ષણની મંજૂરી આપતા પટણા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સૌથી મોટી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારોને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ તેમની સામે પ્રથમ દૃષ્ટિએ નક્કર આધાર આપે આવે નહીં ત્યાં સુધી તેની પ્રક્રિયા પર રોક લગાવશે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પણ આ મુદ્દે સાત દિવસમાં સુપ્રિમ કોર્ટમાં તેમનો જવાબ દાખલ કરવાની મંજૂરી આપી હતી, કેમ કે સર્વેના કેટલાક પરિણામો આવી શકે છે. મહેતાએ કહ્યું હતું કે અમે આ બાજુ કે તે બાજુએ નથી, પરંતુ આ કવાયતના કેટલાક પરિણામો આવી શકે છે અને તેથી અમે અમારો જવાબ દાખલ કરવા માંગીએ છીએ.
જોકે તેમણે સંભવિત પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી નહીં. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસ.કે.ની બેંચ પહેલી ઓગસ્ટના હાઈ કોર્ટના આદેશને પડકારતી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી. વી. એન. ભટ્ટીની ખંડપીઠે મહેતાની વિનંતી પર કાર્યવાહી મુલતવી રાખી હતી. જયારે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અરજદારોમાંના એક માટે હાજર થઈને રાજ્ય સરકારને ડેટા પ્રકાશિત કરવાથી રોકવા માટે કોર્ટને નિર્દેશ આપવા માંગ પણ કરી હતી.
હવે એવું પણ કહેવામાં આવે છે કે બિહાર સરકારે છેલ્લી સુનાવણી દરમિયાન ખાતરી આપી હતી કે તે ડેટા પ્રકાશિત કરશે નહીં. રોહતગીએ જ્યારે બિહાર સરકારને સ્ટે ઓર્ડર પર આગ્રહ કર્યો ત્યારે બેન્ચે કહ્યું હતું કે ચુકાદો રાજ્ય સરકારની તરફેણમાં આવી ચૂક્યો છે. તે એટલું સરળ નથી. જ્યાં સુધી પ્રથમ દૃષ્ટિએ કેસ ન હોય. હું તેને રોકવા જઈશ નહીં.
બિહાર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને દલીલ કરી હતી અને તેમા કહ્યુ હતુ કે આદેશમાં કંઈ દાખલ કરવું જોઈએ નહીં અને રાજ્ય પર કોઈ સ્ટે ન હોવો જોઈએ. આ મામલો વધુ દલીલો માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. અમે શુક્રવારે વરિષ્ઠ વકીલ સી.એસ. વૈદ્યનાથનને લગભગ 20 મિનિટ સુધી સાંભળ્યા છે એમ બેન્ચે જણાવ્યું હતું.
સોલિસિટર જનરલ મહેતાએ કેન્દ્રનો જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યા બાદ બેન્ચે આ મામલાની વધુ સુનાવણી 28 ઓગસ્ટે રાખી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટના રોજ પૂછ્યું હતું કે જો કોઈ વ્યક્તિ જાતિ સર્વેક્ષણ દરમિયાન જાતિ અથવા પેટાજાતિની વિગતો આપે તો શું નુકસાન થાય છે, જ્યારે રાજ્ય દ્વારા વ્યક્તિનો ડેટા પ્રકાશિત કરવામાં આવતો નથી. સર્વેક્ષણને પડકારતી એનજીઓ ‘યુથ ફોર ઇક્વાલિટી’ વતી હાજર રહેલા વૈદ્યનાથને કહ્યું હતું કે આ સર્વે લોકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.