ગઇકાલે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગ્રામ્ય વિસ્તારમાં ડાટેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું. જેને લઈને મોટો ખુલાસો થયો છે. ગાઈ કાલે મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વાડીમાં પિતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતારી અને પોતાની જ વાડીમાં દાટી દીધો હોવાનો ખુલાસો થયો છે.

ગઇકાલે સીમ વિસ્તારમાં દુર્ગંધ આવતા તંત્રએ સ્થળની તપાસ કરતાં વશરામ સેંજલીયાની વાડીમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતદેહ અંગે અંગે પોલીસે પૂછપરછ કરતાં જ વશરામ સેંજલીયાએ પોતાના જ પુત્રની હત્યાની કબૂલાત કરી.

આ કારણે પિતાએ જ કરી પુત્રની હત્યા 

વશરામ સેંજલીયાના બે સંતાન છે એક રાજકોટ રહે છે અને બીજો પુત્ર હિતેશ તમની સાથે જ ભાડેર રહેતો હતો. હિતેશને દારૂ પીવાની લાત હતી અને દારૂ પી અને ધરે ઝગડો કરતો હતો. આ દરમિયાન ગત 24 નવેમ્બરના રોજ હિતેશ દારૂ પી અને ઘરે ઝગડો કરી રહ્યો હતો. આ દરમિયાન તેમના પિતા વશરામ સેંજલીયા ઘરે પહોંચ્યા અને પુત્રને તેમની માતા પાસે અભદ્ર માંગણી કરતાં રોષે ભરાયા અને ગળેટૂંપો આપીને હિતેશની હત્યા કરી. આ ઘટના બાદ વશરામ સેંજલીયા પોતાના પુત્રની લાશ પોતાના જ ખેતરમાં દાટી દીધી હતી.

શું કહ્યું પોલીસ તંત્રએ ?

અમરેલી જિલ્લાના ધારી વિસ્તામાં હત્યાની ઘટનાને લઈ ASP જયવીર ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે એ જણાવ્યું કે, અમને વાડીમાં મૃતદેહ હોવાનો ફોન આવ્યા બાદ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતાં જમીનમાં અડધુ ડાટેલું કંકાલ મળ્યું હતું. જેને લઈ વશરામ સેંજલીયાને બંને પુત્રો વિશે પૂછતા પહેલા ગોળગોળ ફેરવ્યા હતા. જોકે, બાદમાં ભાંગી પડ્યા હતા અને પોતે જ હત્યાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું