આજરોજ કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરરન્સનું આયોજન  કરવામાં આવ્યું હતું જેમાં  કેન્દ્રીય ચૂંટણી મુખ્ય કમિશનર સુનિલ અરોરા દ્વારા બિહાર ની ચૂંટણી ને દયાને લઈ જણાવ્યુ હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ નવા સુરક્ષા માપદંડથી બિહાર વિધાનસભા ચૂંટણી યોજાશે , કોરોના મહામારીમાં પ્રથમ મોટી ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે અત્યાર સુધીમાં કુલ ૭૦ જેટલા દેશોએ ચૂંટણી યોજવાનું ટાળ્યું છે તેમ કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું.

29 નવેમ્બરના રોજ બિહાર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે ત્યારે આ વખતની ચૂંટણી દરેક ચૂંટણી કરતાં ખૂબ જ અલગ જોવા મળશે. આ ચૂંટણીમાં કુલ 7.79 કરોડ મતદારો  મતદાન કરશે. જેમાંથી કુલ ૩.૪૦ કરોડ મહિલાઓ કરશે મતદાન

ચૂંટણીના સુરક્ષાના માપદંડો:-

  • 7 લાખ હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ થશે
  • 6 લાખ PPE કીટ નો ઉપયોગ કરવામાં આવશે.
  • 46 લાખ માસ્ક નો ઉપયોગ કરવામાં આવશે
  • 23 ગ્લોવ્સ નો ઉપયોગ કરવામાં આવશે
  • 6 લાખ ફેસ શિલ્ડનો ઉપયોગ કરવામાં આવશે
  • મતદાન કેન્દ્ર પર થર્મલ સ્કેનીંગ લગાવવામાં આવશે
  • ઉમેદવાર ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે
  •  ઉમેદવાર છે ઓફલાઇન ફોર્મ ભરવાનું નક્કી કરે તો તેમણે ફક્ત બે વાહનો સાથે જઈ અને ફોર્મ ભરવાનું રહેશે.
  •  ચૂંટણીના દિવસે બસ સેવા નિશુલ્ક રહેશે
  • કોઈપણ કોરોના નો દર્દી હોય અથવા ક્વોરનટાઈન  વ્યક્તિઑ પણ મતદાન કરી શકશે
  • ડોર ટુ ડોર જનસંપર્ક માં 5 થી વધુ લોકો ઘરે જઈ શકશે નહીં
  • ફક્ત પાંચ વાહન સાથે જ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે
  • ચૂંટણી પ્રચાર દરમિયાન ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.
  • ચૂંટણીનો મતદાનનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે જેમાં સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે.

 

કુલ 3 તબક્કા માં યોજાશે ચૂંટણી:-

  • 28 ઓક્ટોંબર ના રોજ થશે પહેલા ચરણ નું મતદાન
  •  3 નવેમ્બર ના રોજ થશે દ્વિતીય ચરણ નું મતદાન
  • 7 નવેમ્બર ના રોજ થસે તૃતીય ચરણ નું મતદાન

 

10 નવેમ્બર ના રોજ થશે મત ગણતરી