પશ્ચિમ બંગાળના BJPના નેતા અને સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજકારણમાંથી  સંન્યાસની જાહેરાત ફેસબુક દ્વારા કરી છે . પોસ્ટમાં તેણે લખ્યું કે બાય. હું કોઈ રાજકીય પક્ષમાં જોડાતો નથી. TMC, congress, CPI (M) માંથી કોઈએ મને બોલાવ્યો નથી, હું ક્યાંય જતો નથી.

સુપ્રિયોએ કહ્યું કે સામાજિક કાર્ય કરવા માટે રાજકારણ છોડવું પડે છે. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું છે કે હું હંમેશા ટીમનો ખેલાડી રહ્યો છું. હંમેશા એક ટીમને ટેકો આપ્યો છે – મોહનબાગન. માત્ર એક જ પક્ષને સમર્થન આપ્યું – ભાજપ. બાબુલ સુપ્રિયોએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેઓ પાર્ટીને ઘણા સમય પહેલા છોડવા માંગતા હતા. તેણે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું કે તે હવે રાજકારણમાં રહેવા માંગતા  નથી. તેમણે જણાવ્યુ છે કે ચૂંટણી પહેલા પાર્ટી સાથે મારા કેટલાક મતભેદો હતા. તે વસ્તુઓ ચૂંટણી પહેલા જ બધાની સામે આવી ગઈ હતી. હું હારની જવાબદારી લઉં છું, પરંતુ અન્ય નેતાઓ પણ જવાબદાર છે.

બંગાળમાં ભાજપની હાલની સ્થિતિ પર બાબુલે કહ્યું છે કે હવે ઘણા નેતાઓ પાર્ટી સાથે હાજર છે અને યુવાનો પણ પાર્ટીની તાકાતમાં વધારો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે તેમણે ભાજપની હાજરી નહિવત હતી ત્યારે તેમણે બંગાળમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.બાબુલ સુપ્રિયોએ બીજી મોટી જાહેરાત કરતા કહ્યું કે હું સાંસદ પદેથી રાજીનામું પણ આપીશ તથા એક મહિનાની અંદર સરકારી આવાસ છોડી દઈશ તેમ જણાવ્યુ છે