ચૂંટણીઓ આવે અને રાજનીતિ જોરશોરમાં શોર કરતી હોય છે. હંમેશા આપણે એવું જોયું છે કે,એક શિસ્તબદ્ધ પાર્ટીમાં ક્યારેય હાઈકમાન્ડના આદેશ સિવાય કોઈનો વિચાર પણ ઓછો માન્ય રહેતો હોય એવામાં જ્યારે સમર્થકો ખુલીને વિરોધ કરે તો એ ખુબ મોટા સમાચાર બનતા હોય છે… અને લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ તમામ સીટ પર અને કોંગ્રેસે અમુક સીટ પર ઉમેદવારો જાહેર કર્યાં છે.ત્યારે સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે ચૂંટણી લડવાની ના કહ્યાં બાદ નવા ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે.જે મહિલા ઉમેદવારનો સોશિયલ મીડિયામાં ખુબ વિરોધ થઈ રહ્યો છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા બાદ પાર્ટીના પાયાનાં કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. સાબરકાંઠાનાં ઉમેદવાર ભીખાજી છાકોર દ્વારા ચૂંટણી લડવાની ના કહ્યાં બાદ ભાજપ દ્વારા નવા ઉમેદવાર તરીકે મહિલાને ટિકીટ આપી છે. ત્યારે મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાનો પણ સોશિયલ મીડિયામાં વિરોધ થતા પ્રદેશ મોવડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની તજવીજ હાથ ધરી છે. ભાજપનાં કાર્યકરો અને આગેવાનોએ આક્રોશ ઠાલવ્યો હતો. સોશિયલ મીડિયા કાર્યકરો અને આગેવાનોના આક્રોશથી અત્યારે સખત ઉભરાઈ રહ્યું છે.ભાજપનાં સોશિયલ મીડિયા ગ્રુપમાં ધમાસાણહાલ તો યુદ્ધની સ્થિતિ છે.લકાર્યકરો અને આગેવાનોએ ઓડિયો મેસેજ કરી વિરોધ કર્યો હતો. ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ કર્યો હતો.

વોટ્સએપ સોશિયલ મીડિયામાં યુથ ઓફ બીજેપી, એસકે ગ્રુપ, ભીખાજી ઠાકોર ફેન ક્લબ ગ્રુપમાં વિરોધનું વંટોળ ઉભો થવા પામ્યો હતો. બીજેપી અરવલ્લી ડિસ્ટ્રીક્ટર ગ્રુપમાં પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.પ્રાંતિજ યુવા મોરચા ગ્રુપમાં પણ વિરોધ થયો હતો. તલોદ તાલુકાનાં ભાજપનાં સંગઠનમાં ઉપપ્રમુખનો ઓડિયો વાયરલ થયો હતો. કોંગ્રેસમાંથી આવેલાને લોકસભા લડાવવા નીકળ્યા છો. જો મહિલાને ટિકીટ આપવી હોય તો રેખાબા ઝાલાને ટીકીટ આપો. શોભનાબેનનો વિરોધ છે. જીલ્લા કે તાલુકામાં શોભનાબેનનું ક્યાંય નામ નથી.અન્ય કાર્યકરોએ પણ ઓડિયો મેસેજ મુકી આક્રોશ ઠાલવ્યો હતો.આ રોષના કારણે હાલ સાબરકાંઠા ભાજપમાંથી રાજીનામાં પણ આગામી સમયમાં પડવાની શક્યતાઓ છે. આ સમગ્ર બાબતની જાણ પ્રદેશ મોવડી મંડળને થતા પ્રદેશ મોવડી મંડળ દ્વારા વિરોધને શાંત કરવા માટેની તજવીજ હાથ ધરી હતી.

ભીખાજીએ ગઇકાલે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ચૂંટણી નહી લડેની જાહેરાત કરી છે ત્યારે ભીખાજીની ચૂંટણી ન લડવાના કેટલાક કારણો સામે આવી રહ્યા છે. જેને લઇ જિલ્લા ભાજપમાં ચર્ચાઓ થઇ રહી છે.જોકે સૂત્રો તરફથી મળતી માહીતી મુજબ સમગ્ર કાંડમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે મુખ્ય ભૂમીકા ભજવી હોવાની ચર્ચા ચાલી રહી છે.આ સાથે ખુલાસો એ પણ થયો છે કે ભીખાજીને અટક કાંડ પણ ભારે પડ્યો છે. ભીખાજી ઠાકોરનું ઉમેદવારી પરત જ ખેંચવા મામલે ખુલાસા થયા હતા. શું ભીખાજી ઠાકોરનું ભીખાજી ડામોર નામનો વિવાદ મુખ્ય ભૂમિકા? અટક બદલવાની નીતીનાં કારણે પાર્ટીએ ઉમેદવાર બદલ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જીલ્લા ભાજપમાં કાર્યકર્તામાં વિવાદ અને વિરોધથી પાર્ટીએ ઉમેદવાર બદલ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ભીખાજીનાં દશેરાનાં દિવસે તીરકામઠાની પૂજા કરતા ફોટો સામે આવ્યા હતા. ભીખાજી ઠાકોર હોય તો તીર કામઠાની પૂજા કેમ કરી તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. ભીખાજી ઠાકોરની ભત્રીજી અનુસૂચિત આદિજાતી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. અરવલ્લી જીલ્લા પંચાયતમાં ભીખાજીની ભત્રીજી રમીલાબેન પરમાર ચૂંટણી લડ્યા હતા. ચૂંટણીમાંથી પીછેહટ બાદ ભીખાજી ડામોર નામની પોસ્ટ વાયરલ થઈ હતી. ભીખાજી ડામોર નામની અરવલ્લી જીલ્લા મહામંત્રીની પોસ્ટ વાયરલ થઈ હતી. ભીખાજી ડામોરથી ચાલતી પોસ્ટ અચનક બદલી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે.