જૂનાગઢમાં જરૂરિયાતમંદ લોકોની અનેકવિધ સેવા કરતી સંસ્થા લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે, ત્યારે કોરોના કાળ દરમિયાન સામાન્ય રીતે લોકો એકબીજાને મળવા પણ નથી જતા ત્યારે પારિવારિક અને લૌકિક કાર્ય પણ ટેલિફોનિક માધ્યમથી કાર્ય કરવામાં આવે છે ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ તેમજ આકસ્મિક રીતે દર્દીઓ માટે માટે લોહીની ખૂબ જરૂરિયાત હોય. જેને પહોંચી વળવા માટે જૂનાગઢ શહેરના આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ સોસાયટી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની ગાઇડ લાઇન માર્ગદર્શિકાનું પાલન કરીને બ્લડ કેમ્પનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું..
આ કેમ્પમાં સ્વેચ્છિક રક્તદાતાઓ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી દરેક રક્તદાતાએ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર ના આ કેમ્પને સફળ બનાવ્યો છે તેમ લાયન જયકિશન ભાઈ દેવાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું સાથે રક્તદાન કેમ્પમાં આવેલા રક્તદાતા ઓ એ કહ્યું હતું કે લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર દ્વારા લોકો માટે રાહત દરે દવા મળી રહે એ માટે મેડિકલ સ્ટોર, મલ્ટી પર્પસ વ્હીકલ સબ વાહિની, તેમજ જરૂરિયાત મંદ લોકો ને રાસન સામગ્રી આપવાની સહાય, મહિલા સશક્તિકરણ ને લઈને સિલાઈ મશીન અર્પણ સાથે જરૂરિયાતમંદ દર્દીઓને સાધન સહાય સાથે દિપાવલીના શુભ તહેવારો ને લઈને રાહત દરે ફટાકડા વિતરણ સાથે દરેક તહેવારોમાં જરૂરિયાત મંદ લોકો ને તહેવારને અનુરૂપ લાણી સહિતના સેવાકીય કાર્યો કરે છે ત્યારે આજે લોકો પોતાના સ્વજનોને મળવા પણ જઇ શકતા નથી એવા કપરા ગુણાકારમાં લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર દ્વારા દર્દી નારાયણની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે બ્લડ ડોનેટ કરીને કોઈની જિંદગી બચાવી શકીએ એનાથી મોટી કોઈ સેવા હોય ન શકે એમ જણાવીને લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર ની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.
લાયન્સ ક્લબ જુનાગઢ ગીરનારના લાયન જય કિશન ભાઇ દેવાણીના જણાવ્યા મુજબ ૭૩ થી વધુ લોકોએ આ કેમ્પમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીને સહકાર આપ્યો છે ત્યારે આ કેમ્પ દ્વારા એકઠું કરાયેલ રક્ત દર્દી નારાયણની સેવામાં વપરાશે.
આ તકે લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર દ્વારા તમામ રકતદાતાઓ, સર્વોદય બ્લડ બેંકના ખમીર મજમુદાર તથા સીવીલ હોસ્પીટલના સ્ટાફગણનો આભાર માનવામા આવ્યો હતો. ભવ્ય પોપટ, પત્રકાર ઉના