ઉના પ્રેસ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન યંગસ્ટાર બ્લડબેન્કના સહયોગથી 27 સપ્ટેમ્બરના રોજ K V ખાતે કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 119 લોકોએ રક્તદાન કરી મહાદાન કર્યું હતું. ઉના ખાતે 119 બોટલનું કરવામાં આવેલ રક્તદાન એ કદાચ પોતાની રીતે એક રેકોર્ડ ગણી શકાય. સવારે 9 થી 2 વચ્ચે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં સામાન્ય રીતે નિયમિત રક્તદાન કરતાં ડોનરો ઉપરાંત પ્રથમ વખત રક્તદાન કરતાં ઘણા ડોનારોએ પણ ભાગ લીધો હતો અને નિયમિત બ્લડ ડોનેટ કરવાની પ્રેરણા લીધી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પના કારણે ઉના તથા આસપાસના વિસ્તારોના દર્દીઓને ખાસ લાભ થશે. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા પ્રેસ ક્લબ પ્રમુખ જયેશ ગોંધિયા, સેક્રેટરી કમલેશ જુમાણી, સભ્ય હરેશ ટીલવાણી તથા તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યૂરો રિપોર્ટ, ધ ડિજિટલ ન્યૂઝ