રાજકારણમાં નેતાઓ સામેના પક્ષના નેતાઓ પર અલગ અલગ મુદ્દે આરોપ અને પ્રત્યારોપ કરતાં હોય તે સામાન્ય બાબત પરંતુ બોટાદમાં તો પી એએ પોતાના જ નેતા પોતાના જ વિસ્તારના ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર ચૂંટણી સમયના બાકી બિલ ન દેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે બોટાદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે.
બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ 13 લાખ રુપિયા ન આપ્યા હોવાની વાત સામે આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાની વિરુદ્ધ પોતાના પૂર્વ પી.એ. અજય જમોડે બોટાદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણા હમણા લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી બોટાદ- ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડયા હતા અને ભાજપના ઉમેદવારની સામે તેમની હાર થઈ હતી. તે સમય દરમ્યાન તેમના પૂર્વ પી.એ. અજય જમોડ દ્રારા કરાયેલ ખર્ચ ચૂંટણી ખર્ચનાં આક્ષેપ મુજબ, લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે ધારાસભ્ય વતી વિવિધ ખર્ચ કર્યા હતા. આ ખર્ચમાં ઓફ્સેટ પ્રિન્ટિંગ, તેલના ડબા, ઘડિયાળ, મંડપ ડેકોરેશન અને ડીજે સહિતના કુલ 13.50 લાખ રૂપિયાના બિલનો સમાવેશ થાય છે.
પીએએ આ તમામ બિલ પોતાના માધ્યમથી ચૂકવ્યા હતા પરંતુ ત્યારબાદ જ્યારે તેમણે ધારાસભ્ય ઉમેશ મકવાણાને બિલ બાબતે વાત કરે ધારાસભ્ય સાથે તો બહાના બનાવતા હતા.પછી એકવાર ધારાસભ્યએ એવું કહ્યું કે બિલ લાવો હું ચુકવી આપું જ્યારે અજય બિલ લઈને ધારાસભ્ય પાસે પહોંચ્યો તો સાડા તેર લાખ જેટલી રકમ જોઈને ઉશ્કેરાય ગયા અને કહેવા લાગ્યા કે આટલું બધું બિલ હોતું હશે મારે આપવાનું રહેતું નથી અને હવે મારી પાસે આ રકમની ઉઘરાણી કરી છે તો તારા પરિવારને ઠેકાણે કરી દઈશ તેવી ધમકી આપી જેના કારણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. જો હવે ધારાસભ્ય બિલ નહીં ચુકવે તો હાઈકોર્ટનો સહારો લેશે આ સાથે અજય જમોડે જીવ ટુંકાવવાની ધમકી પણ આપી છે.