કેક ખાવાના શોખીનો હવે ચેતી જાજો !!!

તહેવારો પહેલા જ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યના તમામ શહેરોમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટમાં પણ આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ભારત બેકરી ખાતે દરોડા પાડવામાં આવ્યા છે. જે દરમિયાન ટેસ્ટ વધારવા પ્રતિબંધિત પાવડર વાપરતા હોવાનું સામે આવ્યું છે……

 

આ દરાડો દરમિયાન સામે આવ્યું કે, બેકરીમાં કેક અને બ્રેડમાં ટેસ્ટ વધારવા માટે પ્રતિબંધિત પાવડર વાપરવામાં આવતું હતું. સાથે જ દરોડા દરમિયાન સ્વીટનર, કલર, કેમિકલ પાવડર ઝડપાયો છે. ફ્લેવરિંગ એજન્ટ સહિતની વસ્તુઓ ઝડપાઈ છે. કેકમાં ઈંડા પણ નાખવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બેકરીમાંથી મોટાભાગની વસ્તુઓ 2021માં એક્સપાયર થયેલી હતી…