રાજ્યમાં પ્રચારના પડઘમ થયા શાંત, હવે ઉમેદવારો નહીં કરી શકે જાહેર સભા…

ગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, જેના પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ હતો, સાંજે પાંચ વાગતાની સાથે જ પ્રચાર પડઘામ શાંત થઈ ગયાં છે તેની સાથે જ હવે નેતાઓ ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે જોકે, જાહેરસભા, રેલીઓ કે ચૌપાલ જેવા કાર્યક્રમો નહીં કરી શકે.

રાજ્યમાં આજે સાંજે 6 કલાક બાદ શહેરમાં લાગેલા ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે. આ સાથે રેલી અને જનસભા ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવાશે. રાજ્યમાં આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે.

ચૂંટણીમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો છે. જેમાં મહિલા મતદાર 29,05,622 છે. કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મતદાન સમયે કયા પુરાવા સાથે રાખવા: તા.7 ,મે ના રોજ મતદાનના દિવસે સવારના 7 કલાક થી સાંજના 6 કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

આગામી 48 કલાક માટે કોઈ પણ પક્ષના ઉમેદવાર ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. સાથે બહારથી આવેલા લોકોએ પણ મતવિસ્તાર છોડવો પડશે.. આ તમામ લોકોના વાહનોની તપાસ કરવામાં આવશે. સાથે 48 કલાક માટે રાજ્યના તમામ જિલ્લામાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે.

રાજ્યમાં 266 ઉમેદવારો મેદાને

આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 4,97,68,677 મતદારો છે. રાજ્યમાં 50, 788 મતદાન મથકો તૈયાર થયા છે. રાજ્યમાં માં 20 જનરલ, 2 sc અને 4 ST સાથે કુલ 26 બેઠકો છે. જોકે 7 મી મેના રોજ 25 મેઠાકો પર મતદાન થશે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ આ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા. Loksabha, Election , Gujarat, Gujarat Politics, Gujaratinews, Loksabha Election 2024, Election 2024, Election