પ્રકાશભાઈ કારીયા, ચલાલા /ચલાલા નગરપાલીકા તંત્ર દ્વારા શહેર ના વોર્ડ નં. 4 મા આવેલ જુદા જુદા વિસ્તારો મા રાગદ્વેશ કિન્નાખોરી રાખી ઓરમાયુ વર્તન રાખી આ વિસ્તાર ના લોકો ને પ્રાથમિક સુવીધા થી વંચીત રાખવા મા આવતા આ વિસ્તાર ના રહીશો મા નગરપાલીકા તંત્ર સામે ભારે રોષ ભભુકી ઉઠયો છે.
ચલાલા શહેર મા ધણા ટાઇમ થી વોર્ડ નં.1થી6 ના જુદાજુદા વિસ્તારો મા ભૂગર્ભ ગટર ચોકપ થવાના કારણે દુર્ગંધ યુક્ત ગંદુ પાણી રોડ પર વહેતુ થવા લાગ્યુ હતુ. તેથી લોકો માટે આરોગ્યનો ખતરો ઉભો થવા પામ્યો હતો. આ મામલે અમૂક પુર્વ સદસ્યોએ ધારાસભ્ય જે.વી. કાકડીયાને રજુઆત કરતા ધારાસભ્યએ તાત્કાલીક નગર નિયામક ભાવનગર અને સરકાર મા ધારદાર રજુઆત કરાતા તેમની રજુઆતના ફળ સ્વરૂપે નગર નિયામક ભાવનગરે તાત્કાલીક ધોરણે તા.11-9-24 ના ભાવનગરથી હેવી જેંટીગ પ્રેસર મશીન ડ્રાઇવર સ્ટાફ સાથે ચોકપ થયેલ ભૂગર્ભ ગટરની સફાઇ કરવા માટે ચલાલા નગરપાલીકા હવાલે મોકલાવી દિધેલ.
ચલાલા મા હેવી જેટીંગ મશીન આવ્યા બાદ ચલાલા મશીન કયા ચલાવવુ કયા મોકલવવુ તેનો સંપૂર્ણ હવાલો અને જવાબદારી ન.પા.એન્જીનયર રાહુલ ભાઇ ગોંસાઇ અને Sbm એન્જીનયર ૠત્વિકજ પી.કાબરીયા ને ન.પા. ના ચિફ ઓફિસરે આપ્યા બાદ ન.પા. ના વોર્ડ નં1થી3 અને વોર્ડ 5 6 મા જરૃરીયાત મુજબ બધેજ જેંટીગ મશીન વ્યવસ્થિત ચલાવી ભૂગર્ભ ગટર ની સફાઇ કરાવવા મા આવી રહી હતી. વોર્ડ નં 4 મા પણ અનેક વિસ્તારો જેવા કે શાંતિનગર થી 66 kv સબસટેશન, મહાદેવ પરા મા મોહનભાઇ ઠુમ્મર વાળી બજાર,મનસુખભાઇ કાનાણી ના ઘરથી રામજીમંદિર સુધીની બજાર, બાપા સીતારામ ઓટા થી બીપીનભાઇ કાકડીયાના ધર સુધી, બાબરીયાશેરી, વાલ્મીકી વિસ્તાર,જુની નગર પાલીકા થી શમસાન સુધીનો સલ્મ વિસતાર,સહિત અનેક જગ્યા એ ભૂગર્ભ ગટર ચોકપ થવાના કારણે દુર્ગંધ યુક્ત ખરાબ પાણી બજારો મા વહી રહેવાના બનાવો વાંરવાંર ન.પા.ના ચોપડે નોંધાય રહ્યા છે.
આ વિસ્તાર ના રહીશો પારવાર તકલીફો ભોગવી રહ્યા છે. અહી દુર્ગંધ યુક્ત ખરાબ પાણી બજારોમા વહેતા થવાથી બાળકો સહીત લોકો નુ આરોગ્ય જોખમાયુ રહ્યુ હતુ. અનેક લોકો ને ડેન્ગ્યુ તાવ આવવા ના બનાવો દવાખાના મા નોંધાવવા લાગતા આ વિસ્તારના લોકો ની સમસ્યા દુર કરવા માટે ન.પા.ના પુર્વ પ્રમુખ અને વોર્ડ નં 4 ના પુર્વ સદસ્ય ગીતાબેન કારીયા ના પતી પ્રકાશભાઈ કારીયાએ ન.પા.ના એન્જીનયર રાહુલ ભાઇ ગોંસાઇ અને Sbm એન્જીનયર શ્રી ૠત્વિકજ કાબરીયા ને છેલ્લા પંદર દિવસ મા અનેક વાર ટેલીફોનીક રજુઆત કરવા છતા વોર્ડ 4 મા હેવી જેટીંગ પ્રેસર મશીન ના મોકલી વોર્ડ 4 ના લોકો ની સાથે રાગદ્વેશ કિન્નાખોરી રાખી ભંયકર અન્યાય કરી લોકો ની પ્રાથમિક સમસ્યા હલ ના કરી ગુનાહિત કૃત્ય આચરતા શહેર ભાજપ ના વરિષ્ઠ આગેવાન પ્રકાશભાઇ કારીયા એ મ્યુનિસિપલ કમિશનર ને આ બંન્ને સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા લેખીત મા જાણ કરેલ છે. અને આ અધમ કૃત્ય ની જાણ ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા ને પણ કરેલ છે. ભાવનગરથી આવેલ હેવી જેંટીગ પ્રેસર મશીન અહી ચલાલા મા 21 દિવસ પોતાના હવાલે રાખેલ હોવા છતા આ બંન્ને એન્જીનયરે એક પણ વખત વોર્ડ નં.4 ના ઉપર મુજબ ના વિસ્તાર મા જેંટીગમશીન ના મોકલતા વોડ નં. 4 ના રહીશો મા આ બંન્ને એન્જીનયર અને ન.પા.તંત્ર સામે ભારે રોષ જોવા મળે છે.
કોર્ટમાં જવાની તૈયારી બતાવી
અંતમા પ્રકાશ ભાઈ કારીયાએ જણાવેલ છે કે બંન્ને કર્મચારીઓ લોકોની સમસ્યા હલ કરવાની પોતાની ફરજ બજાવવા સંદતર નિષફળ નિવડેલ હોય. મ્યુનિસિપલ કમિશનર બંન્ને કર્મઁચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી નહી કરેતો ન્યાય કોર્ટ મા જવાની તજવીજ કરવામા આવશે.







