પ્રકાશભાઇ કારીયા, ચલાલા/ ધારાસભ્ય જે. વી. કાકડીયા ના માર્ગદર્શન મુજબ ચલાલા નગર પાલીકાનું સોળ કરોડનુ પુંરાત વાળુ વિકાસ લક્ષી બજેટ સર્વાનુમતે મંજુર કરવા મા આવ્યુ. જેમાં પ્રથમ જ જનરલ બોડ મા કુલ ભાજપ ના ચોવીસ માથી માત્ર ચોવુદ સભ્યો હાજર. દસ સભ્યો ગેર હાજર. એજન્ડામા વિકાસનો એક પણ મુદો નહી લેતા નગરજનોની અપેક્ષા-આશા પર ટાઢુ બોળ પાણી ફરી વળ્યૂ . નગરજનો મા નારાજગી
ચલાલા નગર પાલીકાની સામાન્ય ચુંટણી બાદ નવ નિયુક્ત પ્રમુખ નયનાબહેન વનરાજભાઇ વાળા દ્વારા અગાઉ કાઢેલ એજન્ડા મુજબ આજે સવારે સાડા દસ કલાકે નગર પાલીકા ના મુખ્ય સભાખંડ મા પ્રથમ જનરલ બોડ બોલાવામા આવેલ હતુ..નગર પાલીકા ના તમામ સદસ્યશ્રીઓ ને એજન્ડા બજાવવા મા આવેલ હતો.સુત્રો માથી જાણવા મળેલ વિગત મુજબ આજના પ્રથમ જનરલ બોડ મા કુલ તમામ ભાજપ ના 24 સભ્યો માથી માત્ર 14 સભ્યો જ હાજર રહેતા અને એકી સાથે 10 સભ્યો ગેર હાજર રહેતા લોકો મા ભારે આશ્ચર્ય સર્જાયુ છે. અને લોકો મા તરેહ તરેહની ચર્ચાઓ એ જોર પક્ડયુછે.
બોર્ડ બેઠક મા ન.પા. મા કરોડો રૂપીયાની ગ્રાન્ટ હોવા છતા શહેરીજનોની સુખાકારી માટે કોઇજ નવા આયોજન નો કે વિકાસ લક્ષી મુદો એજન્ડામા લીધેલ ના હોવાથી અને બોડ બેઠકમા વિકાસ લક્ષી ચર્ચા શુધ્ધા કરવામા ના આવતા શહેરીજનો ની ખુબ મોટી અપેક્ષા-આશા પર ટાઢુ બોળ પાણી ફરી વળ્યુ હતુ.
નગરજનોમાં નારાજગી
શહેરીજનો મા આ પ્રથમ જ બોડને લઈ ભારે નારાજગી નો માહોલ ઉભો થયોછે..શહેર ના લોકો ની ચર્ચાઓ મુજબ બહુમત સભ્યો અને શહેર ભાજપ ના પાયા ના કાર્યક્તાઓ ની અપેક્ષા મુજબ પ્રમુખ ની પસંદગી ધારાસભ્ય દ્વારા કરવા મા આવેલ ના હોવાથી આજના પ્રથમ જ જનરલ બોડ મા એકીસાથે દસ સભ્યો ગેર હાજર રહી તેની નારાજગી વ્યક્ત કરેલ હતી.
આજની બોડ બેઠક મા હાજર રહેલ 14 સદસ્યશ્રીઓ એ વર્ષ 2025,26 નુ સોળ કરોડ નુ પુંરાત વાળુ વિકાસ લક્ષી બજેટ સર્વાનુમતે પસાર કર્યુ હતુ..સમ્રગ બોડ બેઠક નુ મોનોટરીંગ ચિફ ડી.એ.સોરઠીયા એ કરેલ હતુ







