ચોટીલા ડુંગર પર આવેલ પવિત્ર શક્તિપીઠ શ્રી ચામુંડા માતાજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ હોળી પ્રગટાવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દસનામ ગોસ્વામી મહંત પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક વિધિ તા. 02/03/2026 (સોમવાર) ના રોજ સંધ્યા આરતી બાદ ડુંગર ઉપર ભવ્ય રીતે યોજાશે.
2 માર્ચ 2026 – હોળી પ્રગટાવાનો કાર્યક્રમ
-
પગથિયાનો દ્વાર ખુલશે: સવારે 05:00 વાગ્યે
-
મંગળા આરતી: 05:30 વાગ્યે
-
સંધ્યા આરતી બાદ: ડુંગર ઉપર પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવશે
હોળી પ્રગટાવાની આ પરંપરા વર્ષોથી અવિરત ચાલી આવી છે અને રાજ્યભરમાંથી ભક્તજનો મોટી સંખ્યામાં હાજરી આપે છે.
3 માર્ચ 2026 (પૂનમ) – વિશેષ દર્શન વ્યવસ્થા
-
પગથિયાનો દ્વાર ખુલશે: રાત્રે 02:30 વાગ્યે
-
મંગળા આરતી: 03:00 વાગ્યે
પૂનમના પવિત્ર દિવસે વિશેષ આરતી અને દર્શન માટે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી સંભાવના છે.
ચંદ્રગ્રહણના દિવસે પણ મંદિર ખુલ્લું રહેશે
મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ચંદ્રગ્રહણના દિવસે પણ મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ રાબેતા મુજબ ખુલ્લું રહેશે. ભક્તો નિયમિત રીતે માતાજીના દર્શન કરી શકશે.
સાંજની આરતીનો સમય
દરરોજ સાંજની આરતી સૂર્યાસ્તના સમય મુજબ યોજાશે. મંદિર સંચાલકો દ્વારા ભક્તજનોને સમયસર હાજર રહી દર્શન અને ધાર્મિક વિધિઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.







