મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગત સોમવા થી કોરોનાની સારવાર અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ માં લઈ રહ્યા છે જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્ય મંત્રીશ્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડ લાઇન્સ અને માર્ગદર્શિકાના પાલન સાથે આજે સાંજે મતદાન ના છેલ્લા એક કલાક દરમ્યાન રાજકોટ ખાતે પોતાનો મત આપ્યો હતો અને લોકોને વધુ મતદાન કરવા માટે આપીલ કરી હતી