પ્રતિકાત્મક તસ્વીર

ગુજરાત વિધાનસભમાં આજે અનોખો નજારો જોવા મળ્યો અને એ નજારો છેલ્લા 20 વર્ષમાં કોંગ્રેસ એ નથી જોયો , 20 વર્ષ પછી વિધાન સભાના અદયક્ષની ખુરશી પર કોઈ કોંગ્રેસના ધારાસભ્યને જગ્યા મળી, સામાન્ય રીતે કોઈ પણ રાજયની વિધાનસભામાં સત્તા પક્ષના એક ધારાસભ્ય સર્વાનુમતે અદયક્ષ તરીકે ચૂંટાઈ આવે છે અને તે વિધાનસભા ચલાવતા હોય છે આ ઉપરાંત અદયક્ષ 5 ધારાસભ્યોએની પેનલ બનાવતા હોય છે તેમાં વિપક્ષના પણ ધારાસભ્યોનો સમાવેશ કરતાં હોય છે

વિધાનસભાની 5 સભ્યોની પેનલને પ્રોટેમ સ્પીકર પેનલ કહેવાય છે ગુજરાત પ્રોટેમ સ્પીકર પેનલમાં 3 સત્તા પક્ષના ધારાસભ્યો અને 2 વિપક્ષના ધારાસભ્યોનો સમાવેશ થાય છે ત્યારે આજે અરવલ્લી ના ભીલોડ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાને વિધાનસભાના અદયક્ષ સ્થાને બેસવાની તક મળી હતી અને આજે ડૉ. જોશીયરાએ વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું હતું  જે છેલ્લા 20 વર્ષ થી એક પણ વખત ગુજરાતમાં કોંગ્રેસનાં ધારાસભ્ય એ આ સીટ પર બેસ્યા ન હતા અને આજે આ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું

 કોણ- કોણ છે પ્રોટેમ સ્પીકર પેનલમાં

ગુજરાતવિધાન સભાની પ્રોટેમ સ્પીકર પેનલમાં ભાજપના પૂર્ણેશ મોદી  ,નીમાબેન આચાર્ય અને દુષ્યંત પટેલ છે જ્યારે કોંગ્રેસ પક્ષના અનિલ જોશીયારા અને રાજેન્દ્રસિંહ પરમાર નો સમાવેશ થાય છે

 કોણ કોણ વિધાનસભા ગૃહનું સંચાલન કરી શકે

સામાન્ય રીતે ગૃહનું સંચાલન વિધાનસભાના અદયક્ષ કરતા હોય  છે જે હાલમાં ગુજરાત વિધાનસભામાં રાજેન્દ્ર ત્રિવેદી છે જ્યારે આદ્યાક્ષની ગેરહાજરી હોય ત્યારે ઉપાદયક્ષ ગૃહનું સંચાલન કરતાં હોય છે અને તે વિપક્ષના ધારાસભ્ય હોય છે પરંતુ ઉપાદયક્ષની જગ્યા ખાલી છે અને જ્યારે આવું હોય ત્યારે વિધાનસભા ગૃહનું સંચાલન પ્રોટેમ સ્પીકર પેનલના કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે તે પ્રોટેમ સ્પીકર તરીકે ગૃહનું સંચાલન કરે છે .

આજે શું કામ કોંગ્રેસના ધારાસભ્યને પ્રોટેમ સ્પીકરબનવાનો મળ્યો લાભ ?

ગુજરાત વિધાનસભા ના અદયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કોઈ કારણો સર અન્ય કામ માં રોકાયેલા હતા ત્યારે છે પ્રોટેમ સ્પીકર પેનલના ભાજપના 3 ધારાસભ્યો પૂર્ણેશ મોદી  ,નીમાબેન આચાર્ય અને દુષ્યંત પટેલ ગેરહાજર હતા જેથી કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારાએ આજે ગૃહનું સંચાલન કર્યું હતું