કોંગ્રેસના લડાયક નેતાની છાપ ધરાવતા પ્રતાપ દૂધાતને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજઋ મામલે પ્રતાપ દૂધાતે ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે, મારે ઘરે કોઈનું દુઃખદ અવસાન થયું હોવાથી મેં ગેરહાજર રિપોર્ટ મુક્યો હતો. પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી. પાર્ટીમાંથી કોઈએ હાઇકમાન્ડને મિસગાઈડ કર્યા છે, તેનો જવાબ કોંગ્રેસ આપશે.

અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ અને સાવરકુંડલા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કહ્યું કે, પક્ષ છોડવાની કોઈ વાત નથી. મારે ઘરે કોઈનું દુઃખદ અવસાન થયું હોવાથી મેં ગેરહાજર રિપોર્ટ મુક્યો હતો. પ્રદેશ પ્રમુખની રજા પણ લીધી હતી. પાર્ટીમાંથી કોઈએ હાઇકમાન્ડને મિસગાઈડ કર્યા છે, તેનો જવાબ કોંગ્રેસ આપશે. આજે હું સરદાર યાત્રામાં જોડાયો છું, માં ખોડલના દર્શન કરવા આવ્યો છું. આવનારા દિવસોમાં પણ લોકોના પ્રશ્ન માટે લડીશ. હાલ પક્ષમાં નિષ્ક્રિય રહેવાનું કારણ પારિવારિક હતું, જે અમુક રાજકીય લોકોને ખબર હતી.

જેણે અટકચાળો કર્યો છે તેને…
કોંગ્રેસ નેતા દુધાતે નામ લીધા વગર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પાર્ટીમાં કેટલાક લોકો કિન્નખોરી રાખતા હોવાનો આક્ષેપ કર્યો. તેમણે આ મુદ્દે કહ્યું કે, જે લોકોએ અટકચાળો કર્યો છે તે મીડિયા મારફતે ખબર પડી જશે. પ્રતાપ દુધાતે શિસ્ત બહાર ક્યારે કામ કર્યું નથી અને કરશે પણ નહીં.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો